[[$googlead]]
ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. જેમાં રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ગઇકાલે વરસાદ વરસ્યો હતો. અ વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે હજી તો વરસાદ ની શરૂઆત જ થઈ છે ત્યારે તો આ વરસાદના કારણે પાણી ભરાય જતાં લોકોને હલકીનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર થોડા જ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાય ગયા છે.
ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ગઇકાલે વરસાદ વરસ્યો હતો. જેમાં અમદાવાદના પણ અનેક વિસ્તારોમાં વરસાદ ખબક્યો હતો. ત્યારે આ સામાન્ય વરસાદમાં જ તંત્રની પોલ સામે આવી ગઈ છે. અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ અનેક જગ્યાઓ પર પાણી ભરાય ગયા હતા. જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. 
  • Follow us on: