રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા ઠેર-ઠેર વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે.


[[$googlead]]

વિરમગામ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર

વિરમગામ તાલુકમાં સતત બીજા દિવસે મહેરાજાનું આગમન થતા વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. સમગ્ર વિરમગામ તાલુકમાં મેઘમહેરના કારણે ખેતી પાકને જીવનદાન મળી રહ્યું છે. તેમજ ધોધમાર વરસાદના કારણે વિરમગામ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

[[$alsoread]]

નિચાણવાળા વિસ્તારોમા વરસાદી પાણી ભરાયા

વિરમગામમાં વરસાદ વરસતા રોડ-રસ્તાઓ પાણીથી તરબોળ થયા છે. રોડ-રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને પાણીમાંથી પ્રસાર થવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છેકે, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે મેઘમહેર થતા ખેડૂતો ખુશી જોવા મળી રહી છે.

  • Follow us on: