અમદાવાદમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે, ત્યારે તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી પર વરસાદી પાણી ફરી વળતા તંત્રની પોલ ખુલી ગઈ છે. વરસાદ બાદ અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર ખાડા જોવા મળી રહ્યા છે અને AMCએ બનાવેલા નવા રસ્તાઓનું પણ ધોવાણ થયુ છે. ખારીકટ કેનાલ ઉપર બનાવેલો નવો રસ્તો વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે. તેમજ ત્રાગડમાં ગરનાળામાં હજુ પણ પાણી ભરાયેલા છે.


[[$googlead]]

વરસાદના વિરામ બાદ હજુ પણ ગરનાળામાં પાણી ભરાયેલા

અમદાવાદમાં વરસાદના વિરામ બાદ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્રાગડમાં ગરનાળામાં હજુ પણ પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. અનેક વાહન ચાલકોના વાહનો પાણીના કારણે બંધ પડી રહ્યા છે. વરસાદના કારણે ગરનાળુ બંધ કરવાની ફરજ પડી છે. આ ગરનાળામાં પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.

[[$alsoread]]


  • Follow us on: