ભગવાન જગન્નાથ રથમાં સવાર થઈને નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે ભગવાન જગન્નાથ નંદિધોષ રથમાં સવાર છે.ભગવાનના બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં સવાર થયા છે અને ભગવાનના મોટા ભાઇ બળભદ્રજી તલધ્વજ રથમાં સવાર છે. દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. આખા વર્ષે દરમિયાન ભક્તો મંદિરે જઈને ભગવાનનાં દર્શન કરતા હોય છે.
રથયાત્રામાં સૌથી આગળ ભગવાનનો નંદિઘોષ રથ ચાલે છે. પ્રભુનો રથ ચક્રધ્વજ, ગરુડધ્વજ અને કપિધ્વજના નામે ઓખળાય છે. આ રથના અશ્વના નામ શંખ, બલાહક, શ્વેત અને હરિદાશ્વ છે. જેમાં ભગવાન જગન્નાથ તમામ અશ્વ રંગ સફેદ છે અને રથના દારુકાજી સારથી છે. જગન્નાથજીના રથના રક્ષક પક્ષીરાજ ગરુડ છે. સાથે જ આ રથ જે દોરડાથી ખેંચાય છે તેને શંખચૂડ કહે છે. આ રથમાં અન્ય 9 દેવી - દેવતાઓની મૂર્તિઓ પણ રખાય છે અને રથના શણગારમાં ખાસ સુદર્શન ચક્ર પણ જોવા મળે છે.









