દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. આખા વર્ષે દરમિયાન ભક્તો મંદિરે જઈને ભગવાનનાં દર્શન કરતા હોય છે. પણ આ દિવસે ભગવાન પોતે નગરચર્યા પર નીકળે છે. રાજવી વેશમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે છે અને એવું માનવામાં આવે છે કે, જો કોઈ વ્યક્તિ આ રથયાત્રાનાં દર્શન કરે છે તો તેના ભવો ભવના પાપ ધોવાઈ જાય છે.
રથયાત્રામાં સૌથી આગળ ભગવાનનો નંદિઘોષ રથ ચાલે છે. પ્રભુનો રથ ચક્રધ્વજ, ગરુડધ્વજ અને કપિધ્વજના નામે ઓખળાય છે. આ રથના અશ્વના નામ શંખ, બલાહક, શ્વેત અને હરિદાશ્વ છે. જેમાં ભગવાન જગન્નાથ તમામ અશ્વ રંગ સફેદ છે અને રથના દારુકાજી સારથી છે. જગન્નાથજીના રથના રક્ષક પક્ષીરાજ ગરુડ છે. સાથે જ આ રથ જે દોરડાથી ખેંચાય છે તેને શંખચૂડ કહે છે. આ રથમાં અન્ય 9 દેવી - દેવતાઓની મૂર્તિઓ પણ રખાય છે અને રથના શણગારમાં ખાસ સુદર્શન ચક્ર પણ જોવા મળે છે.









