પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રથયાત્રાની શુભેચ્છા પાઠવી છે. PM મોદીએ ટ્વિટરના માધ્યમથી લોકોને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, બધાને પવિત્ર રથયાત્રાનાં પ્રારંભની શુભેચ્છાઓ અને મહાપ્રભુ જગન્નાથને નમન. સાથે જ કહ્યું હતું કે, ભગવાન જગન્નાથના આશીર્વાદ સતત અમારી પર રહે.
અમદાવાદમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. જગતનો નાથ આ દિવસે નગરચર્યાએ નીકળે છે. જેને લઈને આજે ત્રણેય રથ મંદિરની બહાર નીકળી ગયા છે. રાજવી વેશમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે છે. ભગવાન જગન્નાથ નંદિધોષ રથમાં સવાર છે.ભગવાનના બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં સવાર થયા છે અને ભગવાનના મોટા ભાઇ બળભદ્રજી તલધ્વજ રથમાં સવાર છે.









