અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા દુધાધારી મહાદેવના મંદિરમાં રુદ્રાક્ષમાંથી શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. 1 લાખ 28 હજાર રુદ્રાક્ષમાંથી આ 15 ફૂટ ઉંચું શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. જેના દર્શન માટે સવારથી જ શ્રદ્ધાળુઓનો જમાવડો થયો. શ્રાવણ માસ પૂર્ણ થતા શિવલિંગના રુદ્રાક્ષ લોકોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવશે.
આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત
આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે એમાં પણ આજે મહાદેવનો વાર સોમવાર છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારના જનતા નગરમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરથી પાલખી યાત્રા નીકળી હતી એટલે કે ભગવાન નીલકંઠ મહાદેવ નગરચર્યાએ નીકળ્યા હતા અને લોકોને દર્શન આપ્યા હતા. આ પાલખી યાત્રામાં ભગવાન મહાદેવની મુખ્ય પાલખી સિવાય 10 ઝાંખીઓ પણ રાખવામાં આવી હતી.. એ સિવાય ડીજે અને નાસિક ઢોલ નાં તાલે લોકો જમ્યા હતા.
વહેલી સવારથી પૂજન અર્ચનનું આયોજન
આ અંગે આયોજક ચિરાગ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી આયોજન કરીએ છે. ગત વર્ષે આશરે 17 હજાર જેટલા લોકો એ હાજરી આપી હતી વહેલી સવારથી પૂજન અર્ચનનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે પાલખી યાત્રા કાઢવામાં આવી હતી અને રાત્રે યાત્રા પરત ફરે ત્યારે મહા આરતી પણ કરવામાં આવશે.









