અમદાવાદ મનપાને ગ્રામ પંચાયતે નોટિસ ફટકારી. AMCએ ટેકસ ના ભરતા ખેડાની જીંજર ગ્રામ પંચાયતે આકરા તેવર બતાવ્યા. ગ્રામ પંચાયતે AMCને રુ.1.15 કરોડનો પ્રોપર્ટી ટેક્સ નોટિસ ફટકારી. મનપાએ નોટિસની અવગણના કરતાં સરકાર પાસે પહોંચ્યો મુદ્દો.


[[$googlead]]

AMCની મનમાની

લોકો પાસે કરોડોનો ટેક્સ વસૂલ કરનાર મનપાએ જ આખરે ટેક્સ ભરવામાં લાલિયાવાડી કરી. AMCની મનમાની સામે ગ્રામ પંચાયતે કડક વલણ દાખવતા નોટિસ ફટકારી. મળતી માહિતી મુજબ રાસ્કા ગામમાં મનપાએ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યો છે. વર્ષ 2018-19માં આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પ્લાન્ટ મુદ્દે જીંજર ગ્રામ પંચાયત દ્વારા મનપા પાસેથી પ્રોપર્ટી ટેક્સ વસૂલવામાં આવે છે. પંરતુ વર્ષ 2018-19માં શરૂ કરાયેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મુદ્દે મનપા દ્વારા કોઈ પ્રોપર્ટી ટેક્સ ના ચૂકવાતા પંચાયતે નોટિસ ફટકારી હતી. પરંતુ ગ્રામ પંચાયતની મનપા દ્વારા અવગણના કરવામાં આવી હતી. જેના બાદ પંચાયત દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી.

[[$alsoread]]

સરકારનો આદેશ

પંચાયતે નોટીસ મુદ્દે કહ્યું કે તમે લોકો પાસે થી ટેક્સના પૈસા વસુલો છો તો તમે પણ ટેકસની ભરપાઈ કરો. મનપાએ પણ ટેક્સમાં માફી માંગતા કહ્યું કે અમે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોવાથી તો ટેક્ષમાં માફી મળવી જોઈએ. પરંતુ સરકારે મનપાની મનમાની ના ચલાવતા કહ્યું કે તમે ટેક્સ વસૂલો છો તો ટેક્સ પણ ભરો.સરકારે AMCની માગ ફગાવી ટેક્સ ભરવા આદેશ કર્યો. 

હપ્તેથી ટેક્સની કરશે ચૂકવણી

સરકારના આદેશ બાદ હવે મનપા ગ્રામ પંચાયતને 3 મહિનામાં 4 તબક્કામાં કરોડોના પ્રોપર્ટી ટેક્સની ચૂકવણી કરશે. નોંધનીય છે કે મનપા વેપારીઓ, બિલ્ડરો અને લોકો પાસેથી ટેક્સને લઈને કડક કામગીરી કરી છે. કેટલાક કિસ્સામાં લોન ના ભરવા મામલે નોટિસ ફટકારે છે તો કેટલાક કિસ્સામાં ખેતીની જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરાતા નોટિસ ફટકારે છે. આ ઉપરાંત મોટો કાર્યક્રમોમાં કેટલાક નિયમોનું પાલન કરવાને લઈને પણ નોટિસ ફટકારે છે. અને આ નોટિસનો અમલ ના થતાં યોગ્ય કાર્યવાહી કરે છે. ત્યારે મનપા પોતે જ પંચાયતની નોટિસની અવગણના કરતાં સરકારમાં મુદ્દો પંહોચ્યો. આખરે સરકારે આદેશ કરવો પડ્યો કે તમે ટેક્સ વસૂલો છો તો ટેક્સ ચૂકવવો પણ જોઈએ. 

  • Follow us on: