[[$googlead]]
અમદાવાદમાં વસ્ત્રાલ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી, પરંતુ તે કામગીરી હજી સુધી પૂર્ણ થઈ નથી અને છેલ્લા ઘણા સમયથી આ કામગીરી મંથર ગતિએ ચાલી રહી હતી. જેને લઈને સ્થાનિક કોર્પોરેટર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને ફરિયાદ કરવામાં આવતા આ મામલે હવે કોન્ટ્રાક્ટરને નોટિસ આપવાની કામગીરી કરવામાં આવશે. વર્ષ 2024 સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની હતી, પરંતુ તે પૂર્ણ કરી નથી. જેને લઈને હવે તેને નોટિસ પાઠવવામાં આવશે અને ત્વરિત કામગીરી પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવશે, તેમ છતાં ઝડપથી આ કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં બ્લેક લિસ્ટ કરવા સુધીની કાર્યવાહી તેની સામે કરવામાં આવશે.

AMC ચા-પાણી અને નાસ્તા પાછળ 1 કરોડ ખર્ચશે

બીજી તરફ પ્રજાના પૈસાને વેડફવામાં માહેર AMC ચા-પાણી અને નાસ્તા પાછળ 1 કરોડ ખર્ચશે. હેલ્થ અને સોલિડ વેસ્ટ કમિટીએ આ નિર્ણય લીધો છે. અલગ અલગ 3 કંપનીને ટેન્ડર આપવામાં આવ્યા છે. પીવાના પાણી માટે 50 લાખનું ટેન્ડર અપાયું હતું. કમિટીએ પાણીના ટેન્ડર કામને ના મંજૂર કર્યું છે. 
  • Follow us on: