અમરેલી જિલ્લામાં સિંહ શિકારની શોધમાં ગામડા સુધી પહોંચી જાય છે અને આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થાય છે. આજે અમરેલી જિલ્લામાં આવેલા ખાંભામાં એકસાથે 4 સિંહના આંટાફેરાને વીડિયો વાયરલ થયો છે. રહેણાંક વિસ્તારમાં 4 સિંહ દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
અમરેલી જિલ્લામાં સિંહની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. અમરેલી જિલ્લાના 11 તાલુકામાં સિંહ પરિવાર વસવાટ કરે છે. અમરેલી જિલ્લામાં રાત્રિના અને દિવસ દરમિયાન સિંહ શિકારની શોધમાં નીકળતા હોય છે. અમરેલી જિલ્લામાં શિકારની શોધમાં નીકળેલા સિંહના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાઇરલ થાય છે.
ખાંભા શહેરમાં 4 સિંહો રહેણાકી વિસ્તારમાં આવી ચડ્યા હતા સિંહો શિકારની શોધ કરતા કરતા રખડતી ગાયો પાછળ દોડ ધામનો વીડિયો CCTV ફૂટેજમાં કેદ થયો છે. મળતી માહિતી મુજબ, ખાંભા શહેરના આંબાવાડી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી 4 સિંહો આટાફેરા મારી રહ્યા છે. ગઈ કાલે શિકારની શોધમાં સિંહોએ 4 ગાયોના મારણ કર્યા હતા.









