અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા ધાતરવડી ડેમ 1માંથી રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકાની જુની જી.યુ.ડી.સી.હસ્તકની પાઈપલાઈન જર્જરિત હોવાને કારણે ધારાસભ્યએ સરકારમાં રજૂઆતો કર્યા બાદ નવી મંજૂરી મળ્યા બાદ નવીપાઈપ લાઈન નાખવા માટેની કામગીરી ઠપ હોવાથી રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકાને આગામી દિવસોમાં પાણી નહીં મળે તો મુશ્કેલી સર્જાય શકે છે.


[[$googlead]]

લોકોએ રેલી કાઢી નારાજગી સાથે રોષ વ્યકત કર્યો

તેના કારણે રાજુલા શહેર અને જાફરાબાદ શહેર બંને નગરપાલિકાની ટીમ શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ સહિત લોકોએ તાકીદે પાઈપ લાઈનની કામગીરી શરૂ કરવા માટે સરકાર સમક્ષ રજૂઆતો પહોંચાડવા માટે રેલી કાઢવામાં આવી હતી અને નારાજગી સાથે રોષ વ્યકત કર્યો હતો, ઉનાળામાં પાઈપ લાઈન નહીં નાખવામાં આવે તો રાજુલાવાસીઓ માટે પાણીનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થશે. રાજુલા અને જાફરાબાદ બંને નગરપાલિકા વિસ્તારમાં પીવાનું પાણી મળી રહે તે માટે વિવિધ સંસ્થાના લોકો જોડાયા અને રાજુલા શહેરને પાણી ઝડપથી મળે તે માટે પાઈપલાઈન તાત્કાલિક નાખી કામગીરી શરૂ કરવામાં આવે તો પાણીના પ્રશ્ન પહેલા પાણી મળી રહે અને અન્ય નગરપાલિકાના સંપ સુધી પાણી પહોંચે અને બંને શહેરને પાણી પહોંચવાથી રાહત મળશે અને આવતા 25 વર્ષ સુધી પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે.

[[$alsoread]]

  • Follow us on: