રાજયમાં મહાનગરો બાદ અમરેલીના ગ્રામ્ય વિસ્તારના સ્ટેટ હાઈવે ઉપર ભૂવા પડવાની ઘટના સામે આવી છે. જેમાં અમરેલીના ફતેપુરથી વીઠલપુર ખભાળિયા રોડ ઉપર ફરી ભૂવો પડ્યો છે. સ્ટેટ હાઈવે પર 6 ફૂટ ઉંડો ભૂવો પડતા રોડની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ભૂવો પડ્યો હોવા છતાં હજુ કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે. માત્ર બે પથ્થર મુકવામાં આવ્યા છે. તંત્ર દ્વારા મોટા ખાડા અને ભૂવાને ટેમ્પરી ભરવામાં આવ્યા છે. કોઈ ચોક્કસ કામગીરી કરવામાં આવી નથી.


[[$googlead]]
  • Follow us on: