અમરેલી જિલ્લાના બગસરાના મુંજીયાસર ડેમને જોડતો એક માત્ર રસ્તા પરનો પુલ છેલ્લા ત્રણ વર્ષથી તૂટેલો છે. જેના કારણે આસપાસના સ્થાનિકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. આ રસ્તો મુંજીયાસર ડેમ જવાનો એક માત્ર રસ્તો છે. દર રવિવારે અહીં પર્યટકો ડેમનો નજારો તેમજ ખોડિયાર માતાજીના દર્શનાર્થે આવે છે. વરસાદ તેમજ પુલ તૂટેલો હોવાથી ત્યાં જવા માટે 11 કિલોમીટર દૂર ફરીને જવા લોકો મજબૂર બન્યા છે. ડેમના અધિકારીઓને તેમજ ત્યાં ખેડૂતોને પણ વાડીએ જવા મુશ્કેલી પડી રહી છે. આ પુલનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માગ ઉઠવા પામી છે.


[[$googlead]]
  • Follow us on: