ગુજરાતના અમરેલીમાં સૌથી વધારે સિંહો જોવા મળે છે. અમરેલી-ખાંભામાં સિંહ ઈજાગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે. સિંહ ઈજાગ્રસ્ત થતા દોડધામ મચી ગઈ છે. વીડિયોમાં દેખાય રહ્યું છે કે, સિંહના પગના ભાગે ઈજા પહોંચી હોવાથી સિંહ સરખી રીતે ચાલી શકતો નથી. આ વીડિયો વન વિભાગને ધ્યાનમાં આવતા તાત્કાલિક સિંહનું લોકેશમ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.


[[$googlead]]

વનવિભાગની ટીમે સિંહનું લોકેશન મેળવી કર્યું રેસ્ક્યૂ

તુલસીશ્યામ રેન્જમાં ઈજાગ્રસ્ત સિંહનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતાં વન વિભાગ હરકતમાં આવ્યું છે. વન વિભાગની ટીમ દ્વારા સિંહનું લોકેશન મેળવી રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. વન વિભાગની ટીમે દ્વારા રાજુલાના ચૌત્રા ગામે ખેડૂતના ખેતરમાંથી મોડી રાત્રે સિંહનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

[[$alsoread]]

સિંહને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયો

સિંહને પગના ભાગે ઈજા પહોંચતા ચાલવામાં મુશ્કેલી થતી હતી. સિંહના પગમાં ઈજા પહોંચી હોવાથી મોડી રાત્રે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઈજાગ્રસ્ત હોવાના કારણે સિંહને બચાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. હાલ તો સિંહને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે. ત્યાં સિંહને વધુ સારવાર આપવામાં આવી રહી છે.  

  • Follow us on: