• અમરેલીના બગસરામાં ધોધમાર વરસાદ
  • વીજળીના કડાકા - ભડાકા સાથે ધોધમાર વરસાદ
  • બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ

ગુજરતમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.  ક્યારેક મેઘો ધોધમાર વરસે છે તો ક્યારેક એટલો બફારો થાય છે કે એમ થાય કે હવે વરસાદ ક્યારે આવશે. આવી સ્થિતિ વિવિધ જિલ્લામાં જોવા મળી રહી છે. ત્યારે અમરેલીમાં મેઘો ધોધમાર વરસ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. બગસરાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ થયો. 

1 કલાકમાં સાડા 3 ઇંચ વરસાદ

[[$googlead]]

બગસરામાં 1 કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ થતા  મુખ્ય માર્ગો પાણી - પાણી થયા હતા.  સાપર, સુડાવડ, નાના મુંજયાસરમાં વરસાદ વરસ્યો. મોટા મુંજયાસર, ગોલ્ડન વિલેજ રફાળામાં પણ વરસાદ વરસ્યો. આ ઉપરાંત સમઢીયાળા, કાગદડી સહિતના ગામોમાં વરસાદ થયો છે.  અમરેલી, રાજકોટ જવાના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. 

[[$alsoread]]

ખાંભા ગીર પંથકમાં વરસાદ

અમરેલી-ખાંભા ગીર પંથકમાં ચોથા દિવસે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.ખાંભા ગીરના ગામડાઓમાં કયાંક ધીમી ધારે તો કયાંક ધોધમાર મેહુલિયો મંડાયો છે.ખાંભા ગીર પંથકના ખડાધાર બોરાળા ત્રાકૂડા સહિત ગામોમાં ધોધમાર વરસાદ ખાબકયો છે.બોરાળા ગામના રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે,તો ઊભા પાક પર કાચા સોના રૂપી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

ધારી ગીર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

અમરેલી અને ધારી ગીર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહયો છે.ધારી શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે.ગીગાસણ, દલખાણિયા, કૂબડા,શિવડ, બોરડી સહિતના ગામોમાં વરસાદ થયો છે.અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં હાળવો વરસાદ પડશે. તેમજ 24થી 27 ઓગસ્ટ ગુજરાતના અમુક વિસ્તારો માટે આફત લઈને આવશે. સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 10 ઈંચ જેટલો વરસાદ થવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

  • Follow us on: