લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા જ જનતા પર મોંઘવારીનો બોજ થોપવામાં આવ્યો છે. આજથી અમૂલ દૂધના ભાવમાં વધારો થયો છે. દૂધના ભાવમાં વધારો થતા જનતા પર વધુ મોંઘવારીનો માર પડ્યો છે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લીટર રૂપિયા 2નો વધારો કરવામાં આવ્યો છે. જેમાં અમૂલ ગોલ્ડ 500 મિલીના 32ના હવે 33 રૂપિયા કરવામાં આવ્યા છે. તેમજ અમૂલ તાજાના 500 મિલીના 26થી વધારીને 27 કરાયા છે. અમૂલ શક્તિ 500 મિલીના 29થી વધારીને 30 કરાયા છે. આ ઉપરાંત દહીં સહિતની આઈટમોમાં પણ વધારો કરવામાં આવ્યો છે.


[[$googlead]]
  • Follow us on: