ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ સતત વરસી રહ્યો હતો ત્યાર બાદ વરસાદે વિરામ લીધો હતો. આવી સ્થિતિમાં રોડ-રસ્તાની હાલત ખરાબ થઈ હતી અને કંઈક તંત્રની પોલ ખુલી હતી.
વરસાદ બાદ આણંદના તારાપુરમાં રોડ-રસ્તાની ખખડધજ હાલત જોવા મળી છે. મોરજ રોડ વરસાદ બાદ ખખડધજ બન્યો છે અને જેનાથી અકસ્માતનો ભય વધી રહ્યો છે.
આણંદના તારાપુર રોડ પર મસમોટા ખાડાને લઈને વાહનચાલકો પરેશાન થયા છે અને 12 ગામોને જોડતો રસ્તો બિસ્માર થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અનેક રજૂઆતો બાદ પણ રસ્તા રિપેરના કરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.









