સમગ્ર રાજ્યમાં ચોમાસું આગળ વધી રહ્યું છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ગાજવીજ અને ભાર પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે આણંદના પેટલાદ પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. પેટલાદના ચાવડી બજાર, સાંઈનાથ રોડ પાણી-પાણી થયા છે. તેમજ ભારે વરસાદના કારણે સિવિલ હોસ્પિટલ પાસે પ્રાથમિક શાળા નજીક ઘૂંટણ સમા પાણી ભરાયા છે. પેટલાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર-ઠેર જગ્યા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. પેટલાદના અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.


[[$googlead]]

આજે ગુજરાતના દક્ષિણ ભાગના વિવિધ જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતાઓની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં ગુજરાતના દક્ષિણ ભાગમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે રાજ્યના મધ્ય ગુજરાત સિવાયના અન્ય ભાગોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું.


[[$alsoread]]

  • Follow us on: