સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યમાં ત્રણ દિવસના વિરામ બાદ મેઘરાજાનું ફરીથી આગમન થયું છે. ત્યારે પેટલાદ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. પેટલાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસાદ વરસતા રોડ-રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે. જોકે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નહીં હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ
શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાતા લોકો અને વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. શહેરમાં નગરપાલિકાના મેદાન પાસે પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. બીજી તરફ પંથક મેઘરાજા મન મૂકી વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.









