• સાબરમતી નદીના પાણીના સ્તર વધતા નિર્ણય
  • 9 ગામને જોડતો માર્ગ પાણીને કારણે બંધ કરાયો
  • દુગારી, ખડા, નભોઈ, મોટા કલોદરા, કાનાવાડાનો રસ્તો બંધ

આણંદના તારાપુરથી-કાનાવાડ તરફનો રોડ બંધ કરાયો છે,સાબરમતી નદીના પાણીના સ્તર વધતા આ નિર્ણય તંત્ર દ્રારા લેવામાં આવ્યો છે,9 ગામને જોડતો માર્ગ પાણીને કારણે બંધ કરાયો છે.સ્થાનિકોને ફરીને જવાનો વારો આવ્યો છે.દુગારી, ખડા, નભોઈ, મોટા કલોદરા, કાનાવાડાનો રસ્તો બંધ કરાયો છે.

આ રોડ રસ્તાઓ બંધ છે

[[$googlead]]

ભારે વરસાદને કારણે રાજ્યમાં ૯૧૬ રોડ રસ્તા બંધ કરાયા છે.૨ નેશનલ હાઇવે બંધ,૬૬ સ્ટેટ હાઈવે બંધ,૭૫૮ પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ,૮૮ અન્ય માર્ગો બંધ કરાયા છે.વડોદરામાં એક નાયબ કલેકટર અને એક મામલતદારને રાહત કાર્ય માટે મૂકવામાં આવ્યા છે.મયંક પટેલ અને આશિષ મિયાત્રાને વડોદરા કલેકટર હસ્તક મૂકાયા.5 સપ્ટેમ્બર સુધી બંને અધિકારીઓ વડોદરા કલેક્ટર હસ્તક રહેશે.

[[$alsoread]]

આણંદ ભારે વરસાદ

આણંદ જિલ્લામાં રવિ અને સોમ સરેરાશ 16 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ખંભાત અને તારાપુરમાં હજી આ વરસાદી પાણી ઓસરે તે પહેલા ચાર કાંસના પાણી ફરી વળતા બંને પંથક સંપર્ક વિહોણો બન્યા છે.બંનેને જોડતા 8 થી વધુ માર્ગો પર પાણીનો ભરાવો થતાં રોડ વ્યવહાર કપાઇ ગયો છે. ખંભાત તાલુકાના મિતલી ,પાદડ ,કલમસર, તરકપૂર, ગોલાણા, રાલજ, વત્રા, ઉંદેલ, ભુવેલ સહિત 55 વધુ ગામો સતત ત્રીજા દિવસે વરસાદી પાણી ભરાયેલા યથાવત જોવા મળી રહ્યાં છે. કેટલાંક ગામોમાં 3 થી 4 ફૂટ પાણી ભરાઇ ગયા છે.


  • Follow us on: