ખ્યાતિ હોસ્પિટલમાં મોત કાંડમાં વધુ એક ખુલાસો થયો છે. દર્દીઓના જીવ સાથે રમત રમવામાં આવતી હતી. લોકલ ડોકટર જ દર્દીને એનેસ્થેસિયા આપતા હતા. એનેસ્થેસિયા સ્પેશિયાલિસ્ટ તરીકે કોઈ ડોકટર જ ન હતા. એનેસ્થેસિયા સ્પેશિયલિસ્ટની રેકોર્ડમાં ખોટી એન્ટ્રી કરાતી હતી.


[[$googlead]]

ખ્યાતિકાંડના 5 આરોપીઓ પોલીસના સકંજામાં

ત્યારે આ કેસમાં ફરાર થઈ ગયેલા 5 આરોપીઓને પણ પોલીસે ઝડપી લીધા છે. ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂતને પણ ઝડપી લેવામાં સફળતા મળી છે. આ સાથે જ CEO રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ, પંકિલ પટેલ, મિલિન્દ પટેલ સહિત કુલ 5 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

[[$alsoread]]

આરોપીઓ ઝડપી લેવાનું ઓપરેશન સફળ રીતે પાર પડ્યું

અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓ ઝડપી લેવાનું ઓપરેશન સફળ રીતે પાર પાડવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે પોલીસ પકડથી બચવા માટે આરોપીઓએ સીમકાર્ડ બંધ કરી દીધા હતા અને તેમના કોન્ટેક્ટમાં રહેલા લોકોએ નવા સીમકાર્ડ ખરીદી આપ્યા હતા. ત્યારે નવા સીમકાર્ડની લીંક મળતા જ ક્રાઈમબ્રાન્ચે આરોપીઓને પકડી લીધા છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના JCPનું નિવેદન

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના JCPએ નિવેદન આપતા કહ્યું કે તમામ આરોપીઓ લોકેશન બદલી રહ્યા હતા અને કુલ 10 ટીમો બનાવવામાં આવી હતી. આરોપીઓ વાતચીત માટે ચાઈનીઝ એપનો ઉપયોગ કરતા હતા. જેમાં ચિરાગ રાજપૂત આ કેસમાં મુખ્ય આરોપી છે. ચિરાગ રાજપૂતનો ઈતિહાસ ગુનાહિત છે, ચિરાગ મુંબઈમાં છેતરપિંડીના કેસમાં પકડાઈ ચૂકયો છે. ચિરાગ અલગ-અલગ હોસ્પિટલમાં કામ કરતો હતો.


  • Follow us on: