રાજ્યમાં બે દિવસના વિરામ બાદ ફરી વખત વરસાદી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અરવલ્લીના મેઘરજમાં પણ મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી છે. ભારે વરસાદને પગલે આસપાસના ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. તેમજ રોડ-રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે.


[[$googlead]]

પંચાલ રોડ પર ડુંગરનું પાણી ઉતર્યું

મેઘરજના કેથોલિક પાસે વરસાદી પાણી ભરાયા છે અને પંચાલ રોડ પર ડુંગરનું પાણી ઉતર્યુ છે. જેના કારણે પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી અત્યાર સુધી રાજ્યમાં સૌથી વધુ લુણાવાડામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે મોડાસા, મેઘરજ અને ખાનપુર વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

[[$alsoread]]

પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની મન મૂકી વરસતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. તેમજ નદીઓ અને ચેકડેમોમાં નવા નીરની આવક થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. બીજી તરફ અનેક તાલુકામાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે.

  • Follow us on: