ગુજરાત વિધાનસભામાં રાહુલ ગાંધીનું નામ લીધા વગર ભાજપના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે દિલ્લીના નેતાને ગધેડા અને ઘોડામાં પણ ખબર નથી. દિલ્લીના આ નેતાને વારસામાં પાર્ટી મળી છે અને ગુજરાતમાં આવીને રેસના ઘોડા અને વરઘોડાના ઘોડાની વાતો કરે છે. મેં 12 વર્ષ પહેલા આ ભાષણ સાંભળ્યું હતું અને આજે પણ એ જ ભાષણ આપે છે.


[[$googlead]]

રાહુલ ગાંધી 50 લોકોને પાર્ટીમાંથી કાઢી મુકવાની વાત કરે છે

રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પર અર્જુન મોઢવાડીયાએ આકરા પ્રહારો કરતા કહ્યું કે રાહુલ ગાંધી વિદેશ જાય તો ભારતનું અપમાન કરે છે. 50 લોકોને પાર્ટીમાંથી કાઢી મુકવાની વાત કરે છે, કેટલાય વર્ષોથી આવું કહે છે પરંતુ આ લોકોને તેઓ શોધી નથી શક્યા. તેમને ગુજરાતની ખબર જ નથી પડતી. ગુજરાત કોંગ્રેસની ભારે પનોતી આવનારા દિવસોમાં આવશે. ત્યારે આ દરમિયાન અમિત ચાવડાએ કમેન્ટ કરીને કહ્યું કે વરઘોડા વાળા ઘોડા બીજા પક્ષમાં જતા રહ્યા છે.

[[$alsoread]]

ગૃહમાં મેં વાત કરી તો અમિતભાઈને ખોટું લાગી ગયું: અર્જુન મોઢવાડિયા

વધુમાં અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે રાહુલ ગાંધી આ વખતે રેસના ઘોડાની વાત કરી ગયા, ગૃહમાં મેં વાત કરી તો અમિતભાઈને ખોટું લાગી ગયું, રાહુલ ગાંધી બોલ્યા તેનાથી ખોટું લાગવું જોઈએ. કોંગ્રેસના નેતા ચૂંટણીમાં શું કરી ગયા તે બધુ મારી પાસે છે. અફસોસ એ વાતનો છે કે એ અહીં આવી બોલી જાય છે. 

  • Follow us on: