EDએ અરવિંદ કેજરીવાલના જામીનના આદેશને દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો છે. હાઇકોર્ટમાં આ મામલે સુનાવણી કરવામાં આવી રહી છે. . જસ્ટિસ સુધીર કુમાર જૈન અને રવિંદર ડુડેજાની બેંચ આ મામલે સુનાવણી કરશે. ઇડીએ જામીન રદ કરવાની અરજી દાખલ કરીને જલ્દી સુનાવણી કરવાની માંગ કરી છે. ત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે કે જ્યાં સુધી હાઇકોર્ટમાં સુનાવણી પુરી ન થાય ત્યાં સુધી અરવિંદ કેજરીવાલ જેલમાં જ રહેશે.
હાઈકોર્ટે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીનીએ દલીલને ફગાવી દીધી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે અરજી પર વહેલી સુનાવણીની કોઈ જરૂર નથી. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે અરવિંદ કેજરીવાલને નીચલી કોર્ટમાંથી જામીન મળ્યા હતા, જેની સામે EDએ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.









