બનાસકાંઠાની સૌથી મોટી સહકારી બેંક બનાસબેંકના ચેરમેનપદ માટે આજે પાલનપુર પ્રાંત કચેરી ખાતે ચૂંટણી યોજાઈ હતી. બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી બેંકના ચેરમેનની ચૂંટણી આજે પાલનપુર પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ હતી,જેમાં બનાસબેન્કના તમામ ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.


[[$googlead]]

જેમાં ભાજપ પક્ષ દ્વારા બનાસબેંકના ચેરમેનપદ માટે બનાસબેન્કના કાંકરેજના ડિરેક્ટર ડાયાભાઈ પીલિયાતરના નામનું મેન્ડેટ આપતાં સર્વાનુમતે બનાસબેન્કના નવા ચેરમેન પદ માટે ડાયાભાઈ પીલિયાતરની વરણી કરવામાં આવી હતી.

મોં મીઠું કરાવીને પાઠવ્યા અભિનંદન

[[$alsoread]]

વાઈસ ચેરમેન તરીકે રાધનપુરના ડિરેકટર કેશુભા પરમારની વરણી કરાઈ હતી. ડાયાભાઈ પીલિયાતર ચેરમેન બનતા અને કેશુભા પરમાર વાઇસચેરમેન બનતા બનાસડેરીના ચેરમેન અને બનાસબેન્કના ડિરેક્ટર શંકર ચૌધરી સહિત બનાસબેકના ડિરેક્ટરોએ તેમને ફુલહાર પહેરાવીને તેમનું મો મીઠું કરાવ્યું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી.

ચેરમેને ખેડૂતોના હિતમાં કામ કરવાની આપી ખાતરી

નવનિયુક્ત ચેરમેન અને વાઈસ ચેરમેનના સમર્થકોમાં ખુશી ફેલાઈ હતી. જિલ્લાની સૌથી મોટી સહકારી બેંકમાં ડાયાભાઈ પીલિયાતરની બિનહરીફ ચેરમેન તરીકે વરણી થતા તેઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને ભાજપ પક્ષના શીર્ષ નેતૃત્વનો આભાર માની ખેડૂતોના હિતમાં કામ કરવાની ખાતરી આપી હતી.


  • Follow us on: