બનાસકાંઠાના ધાનેરામાં બ્રિજ પર કામમાં આગ લાગીની ઘટના સામે આવી છે. કારમાં અચાનક આગ લાગતા ડ્રાઈવરે ચાલુ ગાડીએ કૂદી પોતાનો જીવ બચાવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે કારમાં આગ લાગતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવાયો છે.


[[$googlead]]

મળતી માહિતી મુજબ, બનાસકાંઠામાં આવેલા ધાનેરાના થવાર બ્રીઝ પર કારમાં આગ ભભુકી ઉઠી હતી.  કારમાં અચાનક લાગી આગ, ડ્રાંઇવરે ચાલુ ગાડીએ કૂદી પોતાનો જીવ બચાવ્યો હતો. ગાડીમાં આગ લાગતા બ્રીઝ પર દૂર-દૂર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. કારમાં આગ લાગીની ઘટનાને લઇ લોકોના ટોળે ટોળા જોવા માટે ઉમટ્યા હતા. ફાયર ફાયટરની ટીમને જાણ કરતા તાતકાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગ દ્વારા ભારે જહેમદ બાદ આગ પર કાબૂ મેળવાયો છે. પોલીસે સમગ્ર ઘટનાને લઇ વધુ તપાસ હાથ ધરી છે.

[[$alsoread]]

  • Follow us on: