બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ભરપૂર રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે અને જિલ્લાના વિભાજન બાદ મોટો વિવાદ પણ છેડાયો છે. ત્યારે જિલ્લાના વિભાજનના વિરોધમાં કાંકરેજ, ધાનેરા બાદ દિયોદરમાં પણ મહાસભા યોજાઈ છે અને દિયોદરને વડુ મથક બનાવવાની માગ સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.


[[$googlead]]

વેપારીઓ અને અનેક લોકો મોટી સંખ્યામાં મહાસભામાં જોડાયા

જિલ્લાનું નામ ઓગડ આપવાની માગ સાથે મહાસભા યોજાઈ છે અને આ મહાસભામાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા જોડાયા છે. આ સિવાય મહાસભામાં અનેક રાજકીય નેતાઓ અને સંતો, મહંતો પણ જોડાયા છે. ત્યારે વેપારીઓ અને અનેક લોકો મોટી સંખ્યામાં મહાસભામાં જોડાયા છે અને વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જો દિયોદરને જિલ્લા મથક જાહેર નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં પણ આવી છે .

[[$alsoread]]

મહાસભામાં રાજવી ગિરિરાજસિંહ વાઘેલાનું મહત્વનું નિવેદન

બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ વિવાદ વકર્યો છે અને દિયોદરને જિલ્લો બનાવવાની માગ સતત ઉગ્ર બની રહી છે, જેની વચ્ચે મહાસભામાં રાજવી ગિરિરાજસિંહ વાઘેલાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમને કહ્યું કે દિયોદરની વર્ષો જૂની માગણી સરકારે ના સ્વીકારી, અમે લડત લડવા ગાંધીનગર તરફ કુચ કરીશું અને ચાર તાલુકાના સરપંચોને લડતમાં જોડાવા આહ્વાન કર્યું છે.


  • Follow us on: