બનાસકાંઠાના અંબાજીમાં ગુજરાત શિક્ષણ વિભાગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પાંન્છા પ્રાથમિક શાળામા ફરજ બજાવતા શિક્ષિકા વિદેશમા પ્રવાસે ગયા પછી પરત ફર્યા નથી. આ કિસ્સો સામે આવતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે.


[[$googlead]]

પાંછાની શિક્ષિકા પર મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ કહ્યું કે, આટલા મોટા સમાજમાં આવી નાની મોટી બાબતો બનતી હોય છે. ઈમિગ્રેશન દ્વારા માહિતી બહાર આવતી હોય છે. આમાં રેકોર્ડ પ્રમાણે પગલાં ભરવામાં આવશે. સમગ્ર મામલે સંપૂર્ણ તપાસ હાથ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, આ કિસ્સો સામે આવતા સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.

[[$alsoread]]

શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ

નોંધનીય છે કે, બનાસકાંઠા જિલ્લમાં ચાલુ નોકરીએ શિક્ષિકા અમેરિકામાં સ્થાયી થયા હોવાનો મામલો સામે આવ્યો છે. દાંતા તાલુકાની પાંછા શાળાના શિક્ષિકા ચાલુ નોકરી દરમિયાન અમેરિકામાં સ્થાયી થયા છે. પાંછા શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા ભાવના પટેલ છેલ્લા 8 મહિનાથી શાળામાં ગેરહાજર રહ્યા છે. સમગ્ર મામલો સામે આવતા શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


  • Follow us on: