બનાસકાંઠાના પાલનપુરના એરોમાં સર્કલ પાસેથી રદ્દ થયેલી જૂની ચલણી નોટો ઝડપી પાડી છે. જેમાં રૂ.500, 1000 દરની રદ્દ થયેલી 19.77 લાખની નોટ મળી આવી છે. કુલ 19.77 લાખ કિંમતની જૂની ચલણી નોટો સાથે 7 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. 


[[$googlead]]

બનાસકાંઠામાંથી રદ્દ થયેલી જૂની ચલણી નોટો ઝડપાયાનો સિલસિલો યથાવત છે. હવે પાલનપુર એરોમાં સર્કલ નજીકથી જુની ચલણી નોટો સાથે 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પાલનપુર એસઓજી પોલિસએ 500 અને 1000 રૂપિયાના દરની 19.77 લાખ કિંમતની જૂની ચલણી નોટો સાથે 7ને ઝડપી પાડ્યા છે. 

જૂની ચલણી નોટોની હેરાફેરી કરતા 7 શખ્સઓ પાલનપુર એરોમાં સર્કલ પરથી પસાર થઈ રહ્યા હતા. પોલીસએ સાતેય શખ્સઓને દબોચી તેમની પાસે રહેલ 19,77,500 ની કિંમતની જૂની ચલણી નોટો કબ્જે કરીને જૂની ચલણી નોટોનો કારોબાર અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

[[$alsoread]]

  • Follow us on: