બનાસકાંઠાના કાંકરેજની ઉણ પ્રાથમિક શાળાના આચાર્ય વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કોરોના સમયે મધ્યાહન ભોજન સિક્યુરિટી તેમજ SMCની ગ્રાન્ટમાં ઉચાપત કરી હોવાનું સામે આવતા પ્રાથમિક શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.


[[$googlead]]

શિક્ષણ વિભાગે આચાર્યને સસ્પેન્ડ કરી વધુ તપાસ હાથ ધરી

શિક્ષણ વિભાગે ઉણ પ્રાથમિક શાળાના આચાર્ય દલસુંગજી કુરસીજી ઠાકોર વિરૂદ્ધ કામગીરી કરીને તેમને ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

[[$alsoread]]

બનાસકાંઠામાં આરોગ્ય વિભાગની ઊંઘ હવે ઉડી

બીજી તરફ બનાસકાંઠાના થરાદની ખાનગી હોસ્પિટલોમાં આરોગ્ય સ્ટાફને લઈને આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે. આરોગ્ય વિભાગે શૈક્ષણિક લાયકાત વગરના સ્ટાફને લઈને હોસ્પિટલોને નોટિસ આપી છે. શૈક્ષણિક લાયકાત વિનાનો સ્ટાફ ફરજ બજાવતો હોવાની બુમરાડને લઈ આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી. નર્સિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા વિનાના લોકો ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા હોવાની આરોગ્ય વિભાગને જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરાઈ હતી. આરોગ્ય વિભાગની નોટિસ મળતા લાયકાત વિનાનો સ્ટાફ રાખનાર તબીબોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા આવા તબીબો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અરજદારની માગ છે. 

  • Follow us on: