બનાસકાંઠામાં નકલી નિયામકના પ્રકરણમાં સમગ્ર ઘટના જોઈએ તો થરાદ તાલુકાના ડુવા ગામના પ્રાથમિક શાળાના શિક્ષિકા મીનાબેન પટેલ કે જેવો અમદાવાદ રહેતા હતા અને તેમનો પુત્ર બીમાર હોવાથી તેમની બદલી અમદાવાદ કરવાની હતી.
2024ની લોકસભાની ચૂંટણીનું કારણ આપી સમય લંબાવ્યો
જોકે જે બાદ બદલી કરાવવાના પ્રકરણમાં આ શિક્ષિકાના પતિની મુલાકાત બ્રિજેશ પરમાર સાથે થઈ હતી અને ત્યારબાદ બ્રિજેશ પરમાર શિક્ષિકાના ડોક્યુમેન્ટ 2023માં મગાવ્યા હતા. તે બાદ ફેબ્રુઆરી 2024માં આરોપી એવા બ્રિજેશ પરમાર દ્વારા શિક્ષિકાને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં બદલીનો ઓર્ડર આપી દેવાયો હતો, જે બાદ સ્થળ બાબતે બ્રિજેશ પરમારને પૂછતા તેઓએ કહ્યું કે 2024ની લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા છે એટલે તેનો અમલ થઈ શક્યો નથી. આમને આમ બ્રિજેશ પરમારે 2024 સુધી આ શિક્ષિકા અને તેના પતિને ગુમરાહ કરી રાખ્યા જોકે જે બાદ શિક્ષિકાનું કામ ન થતા તેના પતિ દ્વારા સપ્ટેમ્બરમાં અધિકારીની કચેરીનો સંપર્ક કરાયો હતો અને જ્યાં તેમને જાણવા મળ્યું હતું કે આ બ્રિજેશ પરમાર નિયામક નથી, પરંતુ વડગામ તાલુકાની મજાદર પ્રાથમિક શાળાનો એચ ટાટ આચાર્ય છે.
આચાર્ય બ્રિજેશ પરમાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ
આમ આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો, ત્યારબાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તાત્કાલિક અસરથી આચાર્ય એવા બ્રિજેશ પરમારને સસ્પેન્ડ કરી દીધો હતો અને થરાદ ટીપીઓને પોલીસ ફરિયાદના આદેશ કર્યા હતા જેને લઈને થરાદ ટીપીઓ દ્વારા આરોપી અને આચાર્ય એવા બ્રિજેશ પરમાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે .









