રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના ભારે વરસાદના પગલે ઘણા જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. તેમજ નદી-નારા અને ડેમોમાં નવા નીરની આવક થઈ છે. જેના કારણે અનેક સ્થળોએ પૂરની પરિસ્થિતિ સર્જાય છે. તેમજ રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તેમજ રાજ્યમાં આગામી દિવસોમાં પણ વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં વરસાદી માહોસ સર્જાયો હતો. બનાસકાંઠામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અંબાજી, અમીરગઢ, દાંતા, ઇકબાલગઢ સહિતના પંથકમાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે અંબાજીમાં વરસાદી પાણી ભરાયા છે. સતત વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.









