રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ આગાહી વચ્ચે અનેક જગ્યા પર ધોધમાર વરસાદ પણ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે હવે અમીરગઢના ઇકબાલગઢમાં પણ મેઘરાજાનું આગમન થઈ ગયું છે.
લાંબા વિરામબાદ વરસાદ જોવા મળ્યો
બનાસકાંઠાના અમીરગઢના ઇકબાલગઢમાં મેઘરાજાનું આગમન જોવા મળ્યું હતું. ત્યારે ઇકબાલગઢમાં લાંબા વિરામબાદ વરસાદ જોવા મળ્યો હતો. અહીં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે આ વરસાદને લઈને વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જેમાં ઈકબાલગઢ હાઇવેથી બજારના માર્ગ પર ઘૂંટણ સમા પાણી ભરાય ગયા હતા. જેથી લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.









