અમીરગઢ ઈકબાલગઢ નજીક આબુ પાલનપુર હાઇવે ટ્રેલર પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં આબુ તરફથી ટ્રેલર પાવડરના કટ્ટા ભરીને પાલનપુર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. આબુ પાલનપુર હાઇવે પર ટ્રેલર ચાલકને ઉંઘનું ઝોકુ આવી ગયું હતું. જેને લઈને ટ્રેલર પલટી મારી ગયું હતું.
અકસ્માતમાં ટ્રેલર ચાલકને સામાન્ય ઈજા પહોંચી
ટ્રેલર ચાલકને ઝોકુ આવી જતાં ટ્રેલર પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. જેને લઈને પાવડરના કટ્ટા રોડ પર પથરાય ગયા હતા. ઈકબાલગઢ નજીક આબુ પાલનપુર હાઇવે પર આ બનાવ બન્યો હતો. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. આ અકસ્માતમાં ટ્રેલર ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ત્યારે અકસ્માતના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.









