ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા હાલમાં ચાલી રહી છે ત્યારે ઉત્તરવહીની પરિક્રમામાં નર્મદા સ્નાન પર પ્રતિબંધ ત્યારે પહેલી વાર એવો પ્રયોગ તંત્રએ કર્યો છે,પવિત્ર નર્મદા નદીની ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા ચાલી રહી છે ત્યારે આ પરિક્રમા કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે ત્યારે પરિક્રમા બાદ સ્વાભાવિક છે કે પરિક્રમા કરનાર શ્રદ્ધાળુ થાકી જાય છે અને ખાસ તો નર્મદા પરિક્રમા બાદ નર્મદા સ્નાનનું પણ મહત્વ છે.

[[$googlead]]

મગરના ભયના કારણે નદીમાં નહાવા પર પ્રતિબંધ
પરંતુ નર્મદા નદીમાં મગરનો ભય હોવાના કારણે સ્નાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ બીજી તરફ શ્રધ્ધાળુઓ નર્મદા સ્નાનથી વંચિતના રહી જાય તે માટે નર્મદાના અલગ અલગ ઘાટ પર નર્મદાનું પાણી લઈને ફુવારા મૂકવામાં આવે છે જેની અંદર નર્મદા નદીનું પાણી આવે છે અને શ્રદ્ધાળુ આ ફુવારામા સ્નાન કરીને નર્મદા સ્નાન કર્યાની ધન્યતા અનુભવી રહ્યા છે.

બેરીકેટ પણ મૂકવામાં આવ્યા
ઉત્તરવાહિની કીડી મકોડી ઘાટ શરૂ થઈ છે ત્યારે નર્મદા નદી કિનારે કોઈ ન જાય તે માટે બેરીકેટ પણ મૂકવામાં આવ્યા છે અને સુરક્ષાની દ્રષ્ટિએ આ બેરીકેટ મૂકવામાં આવ્યા છે તેમજ લોકોને નર્મદા નદીમાં જવા પર પ્રતિબંધ છે કારણ કે ખાસ કરીને શ્રદ્ધાળુ ત્યાં નદીમાં જાય તો કોઈ મોટી ઘટના ઘટવાની શક્યતા છે અને મગરનો પણ ભય છે ઉલ્લેખનિય છે કે આ વખતે શ્રદ્ધાળુ અને સ્નાન કરવા માટે અહીંયા ચાર સ્થળે પર ફુવારા મૂકવામાં આવ્યા છે જેમાં ચારે બાજુથી કોર્ડન કરેલું છે એટલે કે મહિલા પુરુષ પૂરતી સુરક્ષા સાથે નર્મદા નદીમાં સ્નાન પણ કરી શકશે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા ને લઈને આ વખતે 15 થી 20 લાખ શ્રદ્ધાળુ આવે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે પરિક્રમા માર્ગ પર દરેક જગ્યા એ cctv કેમેરા લગાવવામાં આવ્યા છે સાથે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પણ મોટા પ્રમાણે કરવામાં આવી છે.
 
  • Follow us on: