[[$googlead]]
ભાણવડ નગરપાલિકાની બાળક બુદ્ધિ સામે આવી છે. પાલિકાના અધિકારીઓમાં આયોજનની સમજણનો અભાવ જોવા મળ્યો છે. RCCનો રોડ બનાવ્યા બાદ 15 દિવસમાં તોડવો પડ્યો. કારણ કે રોડ બનાવ્યા બાદ લાઇનમાં વાલ્વ નાખવાનું યાદ આવ્યું. રોડ બનાવતા પહેલા વાલ્વ નાખવાનું ભૂલી ગયા હોવાથી ફરીથી આખો રોડ તોડવો પડ્યો હતો. કરોડોના ખર્ચે બનાવેલ રોડ તોડવો પડતા એકતો ખર્ચો અને પાછી મહેનત પણ ડબલ કરવાનો વારો આવ્યો હતો.

ભુજમાં ગટરની સમસ્યાથી લોકો પરેશાન
ભુજમાં ગટરની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ,આજે સ્થાનિકોએ ભેગા મળીને નગરપાલિકાને તાળાબંધી કરી હતી,સાથે સાથે તાળાબંધી કરીને કર્મીઓને કચેરીમાં પુરી દેવામાં આવ્યા હતા,આ સમસ્યા આશાપુરા નગરના લોકોની છે,તેમનો આક્ષેપ છે કે,વારંવાર તંત્રને રજૂઆત કરી છે તેમ છત્તા તેમના પેટનું પાણી હલતુ નથી,જેને લઈ આજે તાળાબંધી કરી છે.બીજી તરફ નગરપાલિકા પરીસરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ભૂજના નારાયણનગરમાં પણ ગટરના પાણીની સમસ્યા
ભૂજ શહેરમાં વરસેલા વરસાદ બાદ ગટરની સમસ્યા માથાના દુ:ખાવા સમાન બની જવા પામી છે. શહેરના નર નારાયણનગર સોસાયટીના સ્થાનિકો ગટર ઉભરાવાથી પરેશાન થઈ રહ્યા છે. સોસાયટીમાં ગટરનું દૂષિત પાણી ફરી વળતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.ગટરની અને બીજી સમસ્યાઓને લઈ લોકોએ અનેકવાર સ્થાનિક કાઉન્સિલરને રજૂઆત કરી છે. તેમ છતાં પણ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. જેને લઈ સ્થાનિકો દ્વારા પાલિકા કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. તેમજ સત્વરે ગટરના દૂષિત પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરી છે.

  • Follow us on: