- અનામતને લઇને સુપ્રિમ કોર્ટના નિર્ણયનો વિરોધ
- આપવામાં આવ્યું હતું ભારત બંધનું એલાન
- દહેગામમાં જોવા મળી ભારત બંધની અસર
SC/ST અનામતમાં ક્રીમી લેયર અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં અનામત બચાવ સંઘર્ષ સમિતીએ 21 ઓગસ્ટે ભારત બંધનું એલાન આપ્યું છે. જેને અસર સમગ્ર દેશમાં વધુ ઓછા પ્રમાણમાં જોવા મળી. વાત કરીએ ગુજરાતની તો વિવિધ જિલ્લામાં ભારત બંધની અસર જોવા મળી હતી.
દહેગામમાં જોવા મળી બંધની અસર
એસસી એસટી અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં ભારત બંધના એલાનની અસર દહેગામમાં પણ જોવા મળી. ગાંધીનગર જિલ્લાના દહેગામના બજારો આજે વહેલી સવારથી જ બંધ રહ્યા છે. દહેગામના જુના બજાર, સરદાર શોપિંગ સેન્ટર, એસટી સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન રોડ, નીલકંઠ કોમ્પલેક્ષ, નહેરુ ચોકડી, વંદે માતરમ કોમ્પલેક્ષ સહિતના અનેકત વિસ્તારોમાં સજ્જડ બંધ જોવા મળ્યો ..બંધ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા શહેરમાં સઘન બંદોબસ્ત અને પેટ્રોલિંગ ગોઠવાયો હતો..
બંધનું એલાન કેમ?
ઉલ્લેખનીય છે કે SC અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ દલિત સંગઠનોએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. બિહાર, ઝારખંડ, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં ક્યાંક ટ્રનો રોકવામાં આવી તો ક્યાંક બંધના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો જાહેર માર્ગો પર પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. જે સમયે લાઠીચાર્જના દ્રશ્યો પણ સર્જાયા હતા.









