દેડિયાપાડા AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર કટાક્ષ કર્યો છે. ભરૂચ લોકસભા સીટના સાંસદ મનસુખ વસાવા સંસદમાં ઉંઘવાને ળઈ ચૈતર વસાવાએ કટાક્ષ કર્યો છે. ચૈતર વસાવાએ કહ્યું કે, મનસુખભાઈ વસાવાએ છેલ્લા 30 વર્ષથી લોકસભામાં ઊંઘવાનું જ કામ કર્યું છે. મનસુખભાઈને ભરૂચ અને નર્મદામાં શેના ઉજાગરા થાય છે. મનસુખભાઈએ લોકસભામાં ઉંધવાનું કામ જ કર્યું છે. ભરૂચ નર્મદા જિલ્લાના કામો થયા જ નથી.


[[$googlead]]

મનસુખ વસાવા લોકસભામાં ઊંઘતા હોવાના મુદ્દે શાબ્દિક પ્રહાર

સંસદમાં બજેટની ચર્ચા થતી હોય ત્યાં મનસુખભાઈ બેસીને ઉંઘવાનું કામ કરે છે. મજાની વાત તો એ છે કે મનસુખભાઈ છેલ્લા 30 વર્ષમાં બસ દિલ્હી જઈને લોકસભામાં ઉંઘવાના જ કામ કર્યા છે. એના લીધે જ આજે ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોના કામો થયા નથી. આજે નર્મદા જિલ્લામાં 98 શાળામાં એક શિક્ષક છે, શાળાઓના ઓરડાઓ નથી, હોસ્પિટલોમાં 50% સ્ટાફ નથી, અહીં નર્મદાનું પાણી સિંચાઇ માટે નથી.

[[$alsoread]]

માત્ર પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાઈને દિલ્હી જઈ આરામ કરવાનો

સંસદમાં આવા ગંભીર મુદ્દાઓમાં બજેટની ચર્ચાઓ થતી હોઈ ત્યારે મનસુખભાઈ આરામની ઊંઘ લેતા હોય. મનસુખભાઈ માત્ર પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાઈને દિલ્હીમાં આરામ કરવાનો. ટિફિન ખાઈને પાછું ગુજરાત આવી જવાનું. હવે લોકોએ વિચારવાનું છે કે આગામી દિવસોમાં લોકો વચ્ચે રહીને કામ કરનારા નેતાને લાવવા છે કે લોકસભામાં જઈ ઉંઘ કરવાવાળા લોકોને લાવવાના છે.

  • Follow us on: