આજે વહેલી સવારથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર બાદ હવે મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોળી રહ્યું છે. વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ત્યારે આજે ભરૂચ જિલ્લમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભરૂચ શહેરમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. શહેરમાં કતોપોર બજારમાં પાણીનો ધસમસતો પ્રવાહ બજાર જોવા મળી રહ્યો છે.


[[$googlead]]

બજારમાંથી 40 કિમીની ઝડપે પાણી વહ્યું

કતોપોર બજારમાં પાણી ભરાતા નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તેમજ બજારમાંથી 40 કિમીની ઝડપે પાણી વહેતી થયું છે. આજે વહેલી સવારથી ધોધમાર વરસતા તારાજી સર્જાઈ છે. શહેરમાં ધોધમાર વરસાદના કારણે આજે બજાર બંધ રહેલ છે. ઉલ્લેખનીય છેકે, કતોપોર બજાર ભરૂચનું સૌથી મોટું અને સૌથી જૂનું બજાર છે.

[[$alsoread]]


  • Follow us on: