સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમજ સૌરાષ્ટ્ર બાદ છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ભરૂચના અંકલેશ્વરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અંકલેશ્વરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી પાણી થયા છે. અંકેશ્વરના GIDCમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. જેના કારણે ઉદ્યોગોમાં નોકરી રોજગાર અર્થે જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
રોડ-રસ્તાઓ પાણીથી તરબોળ
અંકલેશ્વરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. તેમજ વોર્ડ નંબર 2 અને 5માં હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પાણી ભરાયા છે. જેના કારણે લોકોના ઘર અને દુકાનોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી પાણી જોવા મળતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.









