સૌરાષ્ટ્ર બાદ મેઘરાજા હવે મધ્ય અને દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું છે. ત્યારે ભરૂચના ઝઘડિયામાં આજે મેઘરાજાની તોફાની ઈનિંગથી લોકો હવે પરેશાન થયા છે. આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાથી પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે. સાથે સાથે નોકરી રોજગાર માટે જતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે અને અનેક વિસ્તારમાં વરસાદી પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયા છે.


[[$googlead]]

ટ્રાફિક પોલીસની ટીમે યુવકનું કર્યુ રેસ્ક્યૂ

ભરૂચના ઝઘડિયામાં વરસાદી પાણી ભરાતા દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ખરછી ગામ પાસેથી ફસાયેલા યુવકનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તાલુકાના ખરચી ગામ અને GIDCને જોડતા માર્ગ પર ભરાયેલા પાણીમાં એક કંપનીનો કર્મચારી ફસાયો હતો. યુવક બાઇક લઈને નોકરી પર જઈ રહ્યો હતો ત્યારે ધસમસતા પાણીમા બાઇક સાથે તણાયો હતો. જોકે ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા આ યુવકનું રેસ્ક્યૂ કરી સલામત રીતે બચાવી લેવામાં આવ્યો છે. પરંતુ યુવકનું બાઇક ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયું હતું.

[[$alsoread]]

  • Follow us on: