ભાવનગર જિલ્લાના મહુવામાં ભારે વરસાદને પગલે મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળી પલળી ગઈ છે. વરસાદી પાણીમાં મગફળી વહેતી થઈ હતી. ગઈકાલે અંદાજે 45 હજાર મણ મગફળીની આવક થઈ હતી. મગફળીનો અમુક સ્ટોક શેડમાં અને અમુક બહાર પડ્યો હતો. બહાર રાખવામાં આવેલી મગફળી પલળી ગઈ હતી.


[[$googlead]]

હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી તેમ છતાં સાવચેતી રાખવામાં નહીં આવતા મગફળીનો પાક પલળી ગયો હતો. મગફળી માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વિશાલભાઈએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને લઈને ખેડૂતોને સુચના આપવામાં આવી હતી કે મગફળીની સાથે ઢાંકવા અને પાથરવા માટે પ્લાસ્ટીક સાથે લાવવું. શેડની અંદર મર્યાદીત જગ્યા હોય મગફળી બહાર રાખવામાં આવી હતી અને તેની પર પ્લાસ્ટિક રાખવામાં ના આવતા મગફળી પલળી ગયેલ.


[[$alsoread]]
  • Follow us on: