ભાવનગરમાં 2 વર્ષ પહેલા આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે માત્ર 2 વર્ષમાં જ ભાવનગરમાં રુવા પ્લોટ નંબર 29ના આવાસ યોજનામાં ગાબળા પડ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં મોદી રાત્રે ફ્લેટના પહેલા માળેથી સ્લેબ ધરાશાયી થયો હોવાનું સામે આવ્યું હતું.
આવાસ યોજનાની નબળી કામગીરીને લઈને સ્થાનિકોમાં રોષ
મહત્વનું કહી શકાય કે, ભાવનગરમાં આવાસ યોજનાની નબળી કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે થોડા દિવસ પહેલા પણ સ્થાનિકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. ત્યારે હવે 2 વર્ષ પહેલા લોકાર્પણ કરેલ આવાસમાં ગાબળું પડી જવાના કારણે લોકો રોષે ભરાયા છે.
મોડી રાત્રે ફ્લેટના પહેલા માળેથી સ્લેબ ધરાશાયી થયો
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે મોડી રાત્રે ફ્લેટના પહેલા માળેથી સ્લેબ ધરાશાયી થયો હોવાની માહિતી મળી આવી હતી. જેમાં આવાસ યોજનાની નબળી કામગીરીથી એક બાજુ સ્થાનિકો રોષે ભરાયા છે તો બીજી તરફ બિલ્ડિંગના બાંધકામ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. 2 વર્ષ પહેલા આ આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.









