ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ઈમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરતાં મોટા ઉદ્યોગપતિનાં ડેલામાં દોઢ થી બે કરોડ રૂપિયાની લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમીનભાઇ મારફાણીના TI ટ્રેડર્સ નામના ડેલામાં હરિયાણા પાર્સિંગનું આઇસર લઈને આવેલા 4 થી 5 શખ્સોએ છરીની અણીએ બે ચોકીદારને બંધક બનાવી ચોરી સાથે લૂંટનો પ્રયાસ કર્યો હતો.


[[$googlead]]

20 જૂનના મોડી રાત્રીના ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં શહેરના બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.ઘટનામાં ઉદ્યોગપતિના ડેલામાં દોઢ થી બે કરોડ રૂપિયાની લૂંટ સાથે ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું. આ બનાવને લઈને રેન્જ આઇ.જી ગૌતમ પરમાર પણ બનાવ સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની તપાસ કરી હતી. જોકે, ઘટનામાં સંડોવાયેલા તમામ ઈસમો ભાગી ચૂક્યા છે. જેને પકડવા માટે LCB ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

[[$alsoread]]

  • Follow us on: