ભાવનગર શહેરની ચિત્રા SBI બેન્ક બહાર 75 લાખ રોકડા રૂપિયાની લૂંટના મામલે આખરે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગત મોડી રાત્રીના બોરતળાવ પોલીસ મથકમાંપોલીસ ફરિયાદ નોંધાઈ છે. માર્કેટિંગ યાર્ડના વેપારી યાકુબ અલી રાજાણીએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી છે. કોઈ અજાણયા 3 ઈસમોએ છરીની અણીએ રૂપિયા 75 લાખની લૂંટ કરી છે.
ભાવનગર પોલીસે લૂંટને લઈ તપાસ હાથ ધરી
ત્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર એસ.પી, એલસીબી, એસઓજી સહિતની પોલીસની ટીમો દ્વારા આરોપીઓની શોધ ખોળ શરૂ કરવામાં આવી છે. ભાવનગર એસ.પી ડો.હર્ષદ પટેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે APMCના વેપારીના રૂપિયા લેવા માટે તેમના 2 માણસો ચિત્રા એસ.બી.આઇ બેન્ક ઉપર આવ્યા હતા અને એ સમયે તેમની પાસેથી 3 જેટલા ઈસમો લૂંટ કરીને ફરાર થઈ ગયા છે.









