ભાવનગર શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જેમાં શિહોર સહીતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું હતું. વરલ, ગુંદાળા, ટાણા, થોરાળીમાં વરસાદ વરસ્યો હતો. સાથે જ બેકડી, જાબાળા, સણોસરા,આંબલામાં વરસાડસી માહોલ જોવા મળ્યો હતો. ભાવનગર શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું. વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો.
ભાવનગરના પાલીતાણા તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે પાલીતાણાના ઘેટી, નાનીમાળ પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સેંજાળીયા,વીરપુર, રંડોળા, ડુંગરપુર, લુહાર વાવ, જામવાળી, ભુંડરખા, જીવાપુર સહિતના પંથકમાં વરસાદ જોવા મળ્યો હતો.









