રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઈને અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદની આગાહીને લઈને કેટલાક જિલ્લામાં ધોધમાર વરસાદ પણ જોવા મળ્યો હતો. ત્યારે ભાવનગરમાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા.


[[$googlead]]

મેઘરાજાની જમાવટ

ભાવનગરના તળાજામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જેમાં અલંગ અને ત્રાપજ સહિતના પંથકમાં વરસાદ જોવા મળ્યો હતો. આ સાથે જ રાજપરા અને સરતાનપરમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આ આગાહી વચ્ચે ભાવનગરના તળાજામાં સોસિયા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

[[$alsoread]]


  • Follow us on: