સમગ્ર રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ભાવનગરમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. ભાવનગરમાં લાંબા સમય બાદ વરસાદ વરસ્યો છે. ભાવનગરમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે ભાવનગરમાં નજીવા વરસાદમાં જ પાણી ભરાયા છે.


[[$googlead]]

કુંભારવાડા વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી

ભાવનગરમાં વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાયા છે. કુંભારવાડા, કૈલાસવાડી સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તેમજ પાણી ભરાતા વાહન ચાલકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. કુંભારવાડામાં છેલ્લા કેટલાક સમયથી પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે.

[[$alsoread]]

રાજ્યમાં 24 કલાકમાં 234 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 234 તાલુકાઓમાં વરસાદ આવ્યો છે. જેમાં વાપીમાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમાં વલસાડના કપરાડામાં 12 ઇંચ વરસાદ તેમજ પારડીમાં 12 ઇંચ વરસાદ આવ્યો છે. ઉમરપાડામાં પોણા 12 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ખેરગામમાં 10 ઇંચથી વધુ વરસાદ છે. ધરમપુરમાં 9 ઇંચ, વિજાપુરમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે.


  • Follow us on: