વડોદરાના ભાયલીમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં મહત્ત્વનું અપડેટ આવ્યું છે. ભાયલીના પૂર્વ સરપંચે આ અંગે કરી મોટી જાહેરાત. આરોપીઓની માહિતી આપનારને ઈનામ આપવાની જાહેરાત કરી હતી. આ કેસના આરોપીઓની કોઈપણ માહિતી આપનારને રોકડ ઈનામ આપવાની મહત્ત્વની જાહેરાત કરી હતી. 


[[$googlead]]

વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર ભાયલીમાં સગીરા પર દુષ્કર્મ આચરવાના આરોપીઓની માહિતી આપનારને ભાયલીના પૂર્વ સરપંચ દર્પણ પટેલે રોકડ 50 હજાર ઈનામ આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત આરોપીઓની માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવાની પણ પૂર્વ સરપંચે બાંયધરી આપી હતી. ગમે તેમ કરીને સગીરાના દુષ્કર્મના આરોપીઓ પકડાઈ જાય અને તેઓની પર કેસ ચાલે અને સગીરાને ન્યાય મળે તેવી માંગણી કરી હતી. 


[[$alsoread]]
  • Follow us on: