ભુજના સાગરસીટી વિસ્તારના લોકો પીવાના પાણીની સમસ્યાથી પરેશાન છે. આ વિસ્તારના રહેવાસીઓ આજે પાણીની સમસ્યા અંગે રજૂઆત કરવા માટે પાલિકા પહોંચ્યા હતા. સ્થાનિક લોકોએ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.


ભુજના અનેક વિસ્તારમાં પાણીની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે. સાગરસીટી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સોસાયટીના લોકોએ પાણીની સમસ્યા અંગે અનેકવાર પાલિકામાં રજૂઆત કરી છે તેમ છતાં પણ સમસ્યા ઉકેલ નહિ આવતા આજે રહેવાસીઓ પાલિકા કચેરી ખાતે રજૂઆત માટે પહોચ્યા હતા. સ્થાનિક લોકોએ આવેદન પત્ર પાઠવી સમસ્યા અંગે રજૂઆત કરી હતી. સ્થાનિક લોકો કહેવું છે તેવો નિયમિત પાલિકામાં વેરા ભરે છે તેમ છતાં આ સોસાયટીમાં નિયમિત પીવાનું પાણી આવતું નથી જેના કારણે લોકો પાણીના ટેન્કર ખરીદવા પડે છે. સ્થાનિક લોકો ઝડપથી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી માંગ કરી રહ્યા છે.

  • Follow us on: